‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ CEIR પોર્ટલની મદદથી રૂ. 2.10 લાખના મોબાઈલ શોધી સોંપ્યા
માળીયા મિયાણા પોલીસ સ્ટેશન દ્વારા ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત સોંપવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે.
માળીયા મિયાણા પોલીસ સ્ટાફે CEIR (Central Equipment Identity Register) પોર્ટલનો ઉપયોગ કરીને ખોવાયેલા મોબાઈલ ફોનની વિગતો નોંધાવી સતત ટેકનિકલ મોનીટરિંગ અને વર્કઆઉટ હાથ ધર્યું હતું. તેના પરિણામે કુલ 10 મોબાઈલ ફોન, અંદાજિત રૂ. 2,10,496 ની કિંમતના, શોધી કાઢવામાં સફળતા મળી હતી.
શોધી કાઢેલા તમામ મોબાઈલ તેમના સાચા માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. મોબાઈલ પરત મળતા માલિકોએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી.
આ કામગીરી દ્વારા માળીયા મિયાણા પોલીસે ગુજરાત પોલીસના “સેવા, સુરક્ષા અને શાંતિ”ના સૂત્રને સાર્થક બનાવતાં પ્રજામાં વિશ્વાસ વધારવાનો પ્રયાસ કર્યો છે.