ટંકારાના ધુનડા (સજનપર) ગામની સીમમાં આવેલ ‘ઢબુકિયું’ તળાવમાંથી પાણી ખેંચવાની મોટરોના કોપર કેબલ કાપીને ચોરી જવાની ઘટના સામે આવી છે. જેમાં કુલ 8 જેટલા સ્થાનિક ખેડૂતોની મોટરના આશરે 150 ફૂટ લાંબા કોપરના કેબલ, વજન આશરે 20 કિલો કિંમત રૂ 6,000 નો કોઈ અજાણ્યા તસ્કરો કાપીને ચોરી ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા ગામે રહેતા અને ખેતી કરતા મહેશભાઈ હિરજીભાઈ રંગપરીયા (ઉ.વ.૪૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા આઠ જેટલા ખેડૂતના ઘુનડા (સ) ગામની સીમમા આવેલ ઢબુકીયુ તરીકે ઓળખાતુ તળાવમાં રહેલ મોટરના કોપર વાયર આશરે ૧૫૦ ફૂટ જેનો આશરે વજન ૨૦ કિ.ગ્રા. કિ રૂ-૬૦૦૦/ નો કોઇ ચોર ઇસમ ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.