હળવદ તાલુકાના ઢવાણા ગામે જૂના ઝઘડા અને કોર્ટ કેસની અદાવત રાખીને એક યુવક પર ધોકા વડે બે શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઢવાણા ગામે રહેતા અને ખેત મજૂરી કરતા વિશાલભાઈ વેરશીભાઈ દુધરેજીયા (ઉ.વ.૨૪) એ તેમના જ ગામના આરોપી મેહુલભાઈ સુરેશભાઈ છોગાળા તથા રમેશભાઈ ઠાકરશીભાઈ છોગાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી મેહુલભાઈએ ફરીયાદીના પિતાના મરણનો ખુનનો કેસ પાછો ખેંચવાનુ ફરીયાદીને કહેલ જેથી ફરીયાદીએ કેસ પાછો ખેંચવાની ના પાડતા આરોપી રમેશભાઈએ ફરીયાદીને ભુંડા બોલી ગાળો આપેલ જેથી ફરીયાદી ગાળો બોલવાની ના પાડતા આરોપી રમેશભાઈએ ફરીયાદીને પગમા ધોકો મારી મુંઢ ઇજા કરેલ અને આરોપી મેહુલભાઈએ પોતાના હાથમાં રહેલ પોકો ફરીયાદીના હાથમા મારી મુંઢ ઇજા કરેલ અને બન્નેએ આરોપીએ ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.