Homeગુજરાતમોરબીમાળિયાના વવાણીયા ગામે પૈસાની લેતી-દેતી બાબતે દંપતી પર ધોકા વડે પાંચ શખ્સોનો...

માળિયાના વવાણીયા ગામે પૈસાની લેતી-દેતી બાબતે દંપતી પર ધોકા વડે પાંચ શખ્સોનો હુમલો

માળિયા મિયાણા તાલુકાના વવાણીયા ગામે કૌટુંબિક ભાઈઓ વચ્ચે રૂપિયાની લેતી-દેતી મામલે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ દંપતી પર લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા છગનભાઈ દેવાભાઈ મકવાણા (ઉ.વ.૩૫) એ આરોપી પ્રવિણ ઉર્ફે ચકો સુરેશભાઇ મકવાણા, શીવાભાઇ સુરેશભાઇ મકવાણા, નથુભાઇ સુરેશભાઇ મકવાણા, સુરેશભાઇ મકવાણા તથા મનજી ઉર્ફે ટીલીયો મકવાણા તમામ રહે-વવાણીયા ગામ તા.માળીયા(મી)વાળા વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીઓએ ભાયુ કુટુંબના રૂપીયાની લેતી દેતી બાબતે ઝગડો કરી આરોપી પ્રવિણ ઉર્ફે ચકોએ ફરીયાદીને ભુંડી ગાળો બોલી ઝપાઝપી કરી મુંઢ માર મારી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી જતો રહેલ બાદ અન્ય આરોપીઓ આવી ફરીયાદી તથા સાથી ફરીયાદીની પત્નીને ભુંડી ગાળો બોલી આરોપીઓએ સાથી ફરીયાદીની પત્નીને મુંઢ માર મારી ફરીયાદીને લાકડાના ધોકા વતી શરીરે માર મારી ફરીયાદી તથા ફરીયાદીની પત્નીને શરીરે મુંઢ ઇજા પોહચાડી ટાંટીયા ભાંગી નાખી માર મારવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular