Homeગુજરાતમોરબીમોરબીમાં રહેણાંક મકાનમાંથી 2.61 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો 

મોરબીમાં રહેણાંક મકાનમાંથી 2.61 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે આરોપી ઇમરાન ઉર્ફે ટાવર મહેબુબભાઇ ચાનીયા રહે મોરબી નાનીબજાર વિશ્વકર્મા મંદીરની પાસે તથા ઇમરાન ઉર્ફે ડારીયો કાદરભાઇ સૈયદ રહે. નાનીબજાર મુલા શેરી મોરબીવાળાએ મળી ભાગીદારીમાં પરપ્રાંતીય દારૂનો જથ્થો આરોપી ઇમરાન ઉર્ફે ડારીયોના કબ્જા ભોગવટા વાળા ભાડાના રહેણાંક મકાનમાં રાખી વેચાણ કરે છે.જે બાતમીના આધારે રેઈડ કરતા આરોપીના ભાડાના રહેણાંક મકાનની છત ઉપરથી તેમજ બાજુના બંધ મકાનની છત ઉપર સંતાડેલ પરપ્રાંતીય વિદેશી દારૂ ની કુલ બોટલ નંગ-૫૮૮ જેની કુલ કી.રૂ.૨,૬૧,૬૦૦/- નો મુદામાલ રાખી આરોપીઓ હાજર નહિ મળી આવતા આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular