Homeગુજરાતમોરબીમોરબીમાં તાજિયા જોઈને પરત ફરતા યુવકો પર જૂની અદાવતમાં છરી વડે જીવલેણ...

મોરબીમાં તાજિયા જોઈને પરત ફરતા યુવકો પર જૂની અદાવતમાં છરી વડે જીવલેણ હુમલો

મોરબી: મોરબીના વીશીપરા વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલક યુવક અને તેના મિત્ર પર તાજિયા જોઈને મોડી રાત્રે ઘરે પરત ફરતી વખતે જૂની અદાવતનો ખાર રાખીને ત્રણ શખ્સોએ છરી વડે હિંસક હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા મેઇન રોડ ચાર ગોડાઉન પાછળ રહેતા અને રીક્ષા ડ્રાઈવિંગ કરતા ઈકબાલ રફીકભાઈ દાવલીયા (ઉ.વ.૧૮) એ આરોપી રાહુલ ઉર્ફે બુસલી ભરતભાઈ સાલાણી, શંકર સુરેશભાઈ કોળી તથા સાહિલ કોળી રહે. ત્રણેય ખડીયા વીસીપરા મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સાથી લક્કી કોળી ને અગાઉ આરોપીઓ સાથે વીશીપરામાં માથાકુટ થયેલ હોય તે બાબતે નુ મનદુખ રાખી ફરીયાદી તથા સાથી રિક્ષા લઇ ઘરે જતા હોય તે વખતે આરોપીઓ હોંડા લઈ આવી સાથી લક્કી કોળી સાથે માથાકુટ કરતા હોય તે વખતે આરોપી સાહિલ એક ટીવા લઇ આવી ઝગડો કરતા હોઇ તે વખતે ફરીયાદી વચ્ચે પડી છોડાવા જતા આ કામના આરોપીઓએ ડાબા હાથ માં અલગ અલગ જગ્યાએ છરી ના ઘા મારી જતા જતા જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular