Homeગુજરાતમોરબીજામનગરમાં રેતી માફિયાઓ પર રાજકોટ રેન્જનો મેગા પ્રહાર: રૂ.1.02 કરોડના JCB-ટ્રેક્ટર જપ્ત,...

જામનગરમાં રેતી માફિયાઓ પર રાજકોટ રેન્જનો મેગા પ્રહાર: રૂ.1.02 કરોડના JCB-ટ્રેક્ટર જપ્ત, ખીમરાણા નદીમાંથી ગેરકાયદે ખનન ઝડપાયું

જામનગર જિલ્લાના પંચકોષી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ખીમરાણા ગામની સીમમાં આવેલી રૂપારેલ નદીમાં ચાલતી ગેરકાયદેસર રેતી ચોરી સામે રાજકોટ રેન્જ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)ના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદે ખનીજ રેતીનું ખનન કરતા ઇસમોને રંગેહાથ ઝડપી લીધા હતા.

પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ PSI સી.એમ. કાંટેલીયા તથા તેમની ટીમે હ્યુમન સોર્સ અને મળેલ માહિતીના આધારે કાર્યવાહી કરી હતી. સ્થળ પરથી ગેરકાયદે રેતી ખનનમાં ઉપયોગમાં લેવાતા કુલ ૨ JCB અને ૬ ટ્રેક્ટર-ટ્રોલી સહિત અંદાજે રૂ. 1,02,00,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન દયાળજીભાઈ માંડવિયા સહિત અનેક વાહનચાલકોને ઝડપી લેવામાં આવ્યા હતા. સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ખાણ-ખનીજ વિભાગ તથા પંચકોષી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. રાજકોટ રેન્જ પોલીસની આ કાર્યવાહી ગેરકાયદે ખનન અને રેતી માફિયાઓ સામે કડક સંદેશ સમાન બની છે. સરકારની કુદરતી સંપત્તિનું રક્ષણ કરવા માટે આવી કાર્યવાહીઓ આગળ પણ સતત ચાલુ રહેશે તેવી પોલીસ તંત્રએ સ્પષ્ટતા કરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular