હળવદ તાલુકા પોલીસે રૂ. 6 હજારનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો
હળવદ તાલુકા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ચરાડવા ગામમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કુલદીપ કેશાભાઈ વાઘેલાની કબજા-ભોગવટાની બંધ ઓરડીમાંથી વેચાણના ઇરાદે સંતાડીને રાખવામાં આવેલી ઇંગ્લિશ દારૂની 48 બોટલો મળી આવી હતી.
પોલીસે રૂ. 6,000 કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે દરોડા દરમિયાન આરોપી સ્થળ પરથી ફરાર મળી આવતા તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને તેની શોધખોળ હાથ ધરી છે.