Homeગુજરાતમોરબીમોરબીમાં સફાઈની અરજી બાબત યુવક પર હુમલો: રૂ‌.17 હજારની લૂંટ

મોરબીમાં સફાઈની અરજી બાબત યુવક પર હુમલો: રૂ‌.17 હજારની લૂંટ

મોરબીના માળિયા વનાળીયા સોસાયટી વિસ્તારમાં રોડ સાફસફાઈ બાબતે મહાનગરપાલિકામાં કરેલી અરજીની અદાવત રાખીને પાડોશમાં રહેતા શખ્સોએ એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો‌ આ હુમલામાં લોખંડના પાઇપ અને ઢીકાપાટુનો માર મારીને પરિવારના સભ્યોને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા છે, તેમજ ખિસ્સામાંથી રૂ. ૧૭,૦૦૦ ની રોકડ રકમ પણ બળજબરીથી કાઢી લેવામાં આવી હોવાની ફરિયાદ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા સતિષભાઈ ગૌતમભાઈ સારેસાએ ત્યાં જ રહેતા આરોપી પ્રેમજીભાઈ પરમાર, પ્રેમજીભાઈનો દિકરો, દિનેશભાઇ પરમાર, દિનેશભાઇના મોટાભાઈનો દિકરો પકા વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના મામા માળીયા વનાળીયા સોસાયટીમા રોડ સાફસફાઈ કરવા અંગેની મહાનગર પાલી કામા અરજી કરેલ હોય તે આરોપીઓને સારૂ નહી લાગતા જેનો ખાર રાખી ફરીયાદીના ઘરે જઈ ગેરકાયદેસર ગૃહ અપપ્રવેશ કરી સાથી ભરતભાઈને લોખંડના પાઈપથી માથામા એક ઘા મારી સામાન્ય ઇજા કરી તેમજ ફરીયાદી તથા તે ના પિતાને ઢીકાપાટુનો મુંઢ માર મારી બિભત્સ ગાળો આપી ફરીયાદીના શર્ટના ખિસ્સામા રહેલ રોકડા રૂપીયા ૧૭૦૦૦(સતર હજા૨) બળજબરીથી કાઢી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular