Homeગુજરાતમોરબીહળવદ-મોરબીમાં બાઈક અને એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો: કાજરડાનો રીઢો ગુનેગાર અસગર મોવર...

હળવદ-મોરબીમાં બાઈક અને એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો: કાજરડાનો રીઢો ગુનેગાર અસગર મોવર મુદ્દામાલ સાથે ઝડપાયો

માળિયા મિયાણા પોલીસ સ્ટેશનના પીઆઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે કાજરડા ગામ તરફ જતાં રસ્તા પરથી હોન્ડા સાઇન મોટરસાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક ઇસમને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. વાહનના કાગળો રજૂ કરી શક્યો ન હોવાથી પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા તેણે બાઈક ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.

પકડાયેલ આરોપીની ઓળખ અસગરભાઈ રમજાનભાઈ મોવર (રહે. કાજરડા, તા. માળિયા મિયાણા, જી. મોરબી) તરીકે થઈ હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ કોઈ ધંધો ન કરતો હોવાનું તેમજ મોજશોખ માટે વાહન ચોરી કરતો હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી અગાઉ પણ લૂંટ, ચોરી અને દારૂબંધીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે.

આરોપી પાસેથી કુલ રૂ. 40 હજારની કિંમતના બે ચોરાયેલા વાહનો કબજે કરવામાં આવ્યા છે. જેમાં હળવદ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરાયેલું રૂ.15 હજારનું હોન્ડા સાઇન મોટરસાયકલ (GJ-13-QQ-9762) અને મોરબી તાલુકાના જેતપર ગામમાંથી ચોરાયેલું રૂ.25 હજારનું હોન્ડા એક્ટિવા (GJ-36-AM-6270) સામેલ છે. આ કામગીરીથી હળવદ તથા મોરબી તાલુકા પોલીસમાં નોંધાયેલા વાહન ચોરીના બંને ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular