Homeગુજરાતમોરબીમોરબી: મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી સુધી 'મોતના વાયરો'! તાત્કાલિક કામગીરી કરવા...

મોરબી: મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી સુધી ‘મોતના વાયરો’! તાત્કાલિક કામગીરી કરવા કોંગ્રેસની માંગ 

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા પી.જી.વી.સી.એલ.ના અધિક્ષક ઇજનેરને એક લેખિત રજૂઆત કરી મહારાણા પ્રતાપ સર્કલ, ત્રાજપર ચોકડી, કડિયા બોર્ડિંગ અને વોરાબાગ વિસ્તારમાં માત્ર અડધો ફૂટની ઊંડાઈએ આવેલા કે ખુલ્લા દેખાતા ભયજનક ભૂગર્ભ વીજ વાયરોને તાકીદે નિયમ મુજબ જમીનમાં ઊંડે ઉતારવા ઉગ્ર માંગ કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવ્યું છે કે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ થી ત્રાજપર ચોકડી અને કડિયા બોર્ડિંગ વિસ્તારમાં જી.ઈ.બી નાં ભૂગર્ભ માં નાખેલા વાયર જમીન માં ઉપર નાં ભાગમાં જ આવેલો છે જે નિયમ મુજબ નાખવા અમારી માંગણી છે ત્યારે કડિયા બોર્ડિંગ વિસ્તારમાં અને વોરબાગ પાસે આ વાયર માત્ર અડધો ફૂટ જમીન માં જ છે જ્યારે હવે ચોમાસુ આવી રહ્યું છે અને આવી રીતે આપના વાયર યોગ્ય રીતે નાખવામાં આવેલ નહીં હોય અને કોઈ જાનહાનિ થસે તો તેની સીધી જવાબદારી આપની રહેશે તો અમારી માંગણી છે કે તાત્કાલિક નાં ધોરણે યોગ્ય રીતે નિયમ મુજબ આપના વાયર ને જમીન માં નાખવા નું કામ તાત્કાલિક ચાલુ કરાવી યોગ્ય નિરાકરણ લાવવામાં આવે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular