મોરબી: વીજલાઇન વિરોધ આંદોલન વચ્ચે જેતપર ખાતે ચાલી રહેલી ઉપવાસ છાવણીમાં આવતીકાલે તા. 24/06/ 2026ના રોજ વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતભરના ખેડૂતોને આ કેમ્પમાં જોડાઈ રક્તદાન કરવા આહ્વાન કરવામાં આવ્યું છે.
આયોજકોના જણાવ્યા મુજબ, ખેડૂતો ખેતરમાં પરસેવો વહાવીને અન્નનું ઉત્પાદન કરે છે અને એ જ અન્ન લોકોના શરીરમાં લોહીનું નિર્માણ કરે છે. ત્યારે હવે અન્નદાતા ખેડૂતો રક્તદાતા બની સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવશે અને ગુજરાતની જનતાની અંતરાત્માને જગાડવાનો પ્રયાસ કરશે.
રક્તદાન કેમ્પ આવતીકાલે સવારે 9:00 વાગ્યાથી જેતપર સ્થિત ઉપવાસ છાવણી ખાતે શરૂ થશે. ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ચાલી રહેલા આંદોલન વચ્ચે રક્તદાન જેવા સામાજિક કાર્ય દ્વારા ખેડૂતો અનોખો સંદેશ આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.