મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડને સયુક્ત ખાનગીરાહે મળેલ બાતમીના આધારે વાકાનેર તાલુકાના કણકોટ ગામના સ્મશાનની બાજુમાં, ક્રિષ્ના પાન પાર્લરની પાછળ જાહેરમાંથી આરોપી અર્જુનસિંહ ગિરિરાજસિંહ ઝાલા (ઉમર ૨૪) રહે. કણકોટ ગામ તાલુકો વાંકાનેર જી. મોરબી વાળાના કબ્જામાથી ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ. ની અલગ અલગ બ્રાંડની કંપની સીલ પેક કુલ બોટલો નંગ-૨૨ કિં.રૂ.૧૫,૨૭૫/- તથા ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની ૧૮૦ એમ.એલ. ની અલગ અલગ બ્રાંડની કંપની સીલ પેક કુલ બોટલો નંગ-૨૦૨ કિં.રૂ.૨૫,૨૫૦/- એમ કુલ કિ.રૂ. ૪૦,૫૨૫/- નો મુદામાલ પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરવા માટે વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામા આવેલ છે.