મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે કબીર ટેકરી શેરી નં.02 મફતીયા પરા ચાનીયા જમાતખાના પાસે આવેલ સાહિલ સીદીકભાઇ ચાનીયા રહે. વાધપરા શેરી નં-12 તા.જી.મોરબી વાળાના કબ્જા ભોગવટાવાળા મકાનમાં સાહિલ તથા જયદીપસીંહ મહોબતસિંહ ઝાલા રહે. પરસોત્તમ ચોક કાલીકા પ્લોટ મોરબી વાળાએ ભેગા મળી ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગર ભારતીય બનાવટ ના વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખી સગે વગે કરવાની ફીરાકમાં છે જે બાતમીના આધારે રેઇડ કરતા રહેણાક મકાને આરોપીઓ હાજર મળી આવેલ ન હોય તેમજ મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 750 ML બોટલો નંગ- 295 તથા 180 ML ની બોટલ નંગ- 40 જે તમામની કિંમત રૂ.2,99,353.46 નો મુદામાલ જપ્ત કરી આરોપી સાહિલ સીદીકભાઈ ચાનીયા રહે. વાઘપરા શેરી નં-૧૨ તા.જિ.મોરબી તથા જયદીપસીંહ મહોબતસિંહ ઝાલા રહે. પરસોત્તમ ચોક કાલીકા પ્લોટ મોરબીવાળા વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.