મોરબીના શોભેશ્વર રોડ પર દારૂના ધંધાની અદાવતમાં એક યુવકની ગોળી મારીને કરપીણ હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે. જોકે, મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને થાનગઢની બુટલેગર ગેંગના ૪ રીઢા હત્યારાઓને દબોચી લીધા છે.
ફરીયાદ અનુસાર મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ મફતીયાપરા સિકંદરભાઇ માણેકની ઓરડીમાં બનાવ બનેલ આરોપી નં.(૧) ફારૂકભાઇ અલારખાભાઇ ભટ્ટી રહે, ગામ થાનગઢ ખાખરાળી ચોકડી સનરાઇઝ સ્કુલની સામે તા થાનગઢ જી.સુરેન્દ્રનગર વાળો ઇગ્લીશ દારૂનો ગેરકાયદેસર ધંધો કરતા હોય અને જયારે તેઓના ઉપર પોલીસ કેસ થાય ત્યારે ફરીયાદીના ભાઇ મરણજનાર હનીફભાઇ ગફુરભાઇ ભટ્ટી નાઓએ બાતમી આપ્યા બાબતનો શકવહેમનો ખાર રાખી આરોપીઓએ એકસંપ કરી થાનથી મોરબી ખાતે મરણજનાર રહેતા હોય ત્યા આવી મરણજનારને કોઇપણ તીક્ષણ હથિયારના ઘા મારી તેમજ પીસ્તોલથી ફાયરીંગ કરી મોત નિપજાવી ગુન્સે કર્યા અંગેની હકિકત જાહેર થતા સત્ય અંગેનો ગુન્હો મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ હતો.
જેથી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા સુચના તેમજ માર્ગદશન આપેલ હોય જેમાં પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે, આ ખુનના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ફારૂકભાઇ અલ્લારખાભાઇ ઉર્ફે બટક કવાલ ભટ્ટી, સમીરભાઇ જાકિરભાઈ પીરજાદા, રીયાઝભાઇ ફારૂકભાઈ ભટ્ટી,નાઝીમભાઇ દિલાવરભાઇ ઉર્ફે મુનાફભાઈ દિવાન રહે બધા ગામ થાનગઢ વગડીયા રોડ બોડીધાર વિસ્તાર અર્જુન સિરામીકની બાજુમાં તા.થાનગઢ જી.સુરેન્દ્રનગરવાળા શક્તિ ચેમ્બર મોરબી વાકાનેર ને.હા. રોડ ઉપર હોય જેથી સર્વેલન્સની એક ટીમના સ્ટાફને થાનગઢ ખાતે રવાના કરી તેમજ એક ટીમને મોરબી – ર શક્તિ ચેમ્બર ખાતે મોકલી આરોપીઓને પકડી પાડી હસ્તગત કરી અત્રે લાવી આગળની કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે.