મોરબી જિલ્લાના જેતપર ગામમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સમર્થન જાહેર કરતા આમ આદમી પાર્ટીના જેતપર જિલ્લા પંચાયત સહ પ્રભારી ભાવેશ બોસિયાએ પક્ષના પ્રાથમિક સભ્યપદ તેમજ તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે.
ભાવેશ બોસિયાએ જિલ્લા પ્રમુખને સંબોધીને લખેલા રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે, જેતપર ગામના ખેડૂતોના હિત અને તેમના આંદોલનને સમર્થન આપવા માટે તેઓ સ્વેચ્છાએ પક્ષમાંથી મુક્ત થવાનો નિર્ણય કરી રહ્યા છે. તેમણે પક્ષમાં કાર્યકાળ દરમિયાન મળેલા અનુભવ અને સાથી કાર્યકરો તેમજ પદાધિકારીઓના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ખેડૂતો અને અદાણી પ્રોજેક્ટને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આવેલા આ રાજીનામાને રાજકીય વર્તુળોમાં મહત્વપૂર્ણ ઘટનાક્રમ માનવામાં આવી રહ્યો છે. ભાવેશ બોસિયાએ પક્ષને તેમનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારવાની પણ વિનંતી કરી છે.