Homeગુજરાતમોરબીહળવદમાં યુવતીએ આપઘાત કર્યો: દુષ્કર્મ બાદ ધમકીઓથી કંટાળી જીવન ટૂંકાવ્યાનો આક્ષેપ

હળવદમાં યુવતીએ આપઘાત કર્યો: દુષ્કર્મ બાદ ધમકીઓથી કંટાળી જીવન ટૂંકાવ્યાનો આક્ષેપ

રાજકોટના ત્રણ શખ્સો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

હળવદ પંથકમાં એક અત્યંત આઘાતજનક અને ચકચારી ઘટના સામે આવી છે. જેમાં રાજકોટના એક શખ્સ દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ અને ત્યારબાદ તેના પરિવાર દ્વારા આપવામાં આવતી સતત ધમકીઓથી કંટાળીને ૨૦ વર્ષીય યુવતી અનીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. આ મામલે મૃતકની માતા દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ મૃતકની માતા દ્વારા આરોપી ધર્મેન્દ્ર જીતેન્દ્રભાઈ પરમાર ના પત્ની, સંજયભાઈ જીતેન્દ્રભાઈ પરમાર, તથા મનીષાબેન સંજયભાઈ પરમાર રહે. ત્રણે રાજકોટ મેટોડા હાઈવે ઉપર હરીપર ના પાટીયા પાસે કાલાવડ રોડ રાજકોટવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના શો-રૂમમાં નોકરી પર હતી, ત્યારે ધર્મેન્દ્ર ત્યાં આવ્યો હતો અને યુવતી સાથે ઝઘડો કરી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતની જાણ યુવતીએ તેના પરિવારને કરતાં, તેના માસાએ ધર્મેન્દ્રને સમજાવવા ફોન કર્યો હતો. પરંતુ ધર્મેન્દ્રએ સુધરવાના બદલે “સમાધાન કરી લો નહીંતર છરીના ઘા મારી દઈશ” તેવી ગંભીર ધમકી આપી હતી. આ અંગે યુવતીએ મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી ધર્મેન્દ્રભાઇ વિરૂદ્ધ ફરીયાદ કરેલ હોય જેથી ત્રણેય આરોપીઓ ફરીયાદ બાબતે અવાર નવાર ફોન કરી સમાધાન કરી લેવા જણાવી ધમકીઓ આપી યુવતીને મરવા માટે મજબુર કરતા ત્રણેય આરોપીઓના ત્રાસથી કંટાળી જતા યુવતી પોતાની જાતે પોતાના ઘરે રૂમના છતના હુકમા સાડીથી ગળે ફાંસો ખાઈ લેતા મરણ ગયેલ છે. આમ ત્રણેય આરોપીઓએ મરણજનારને મરવા માટે મજબુર કરી ગુન્હો કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ ની કલમ-૧૦૮ ૩૫૧(૩) ૫૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular