હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહિ બુટલેગર અને રાણેકપર ગામના અગ્રણી તથા સરપંચના પતિ રાજકુમાર ઉર્ફે રાજુ નવઘણભાઈ ઉડેચા એ રાણેકપર ગામે પોતાના કબ્જા ભોગવટાવાળી દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખેલ છે” તેવી બાતમીના આધારે રાણેકપર ગામે આરોપી રાજકુમાર ઉર્ફે રાજુ નવઘણભાઈ ઉડેચાની કબ્જા ભોગવટાવાળી દુકાને રેઇડ કરતા દુકાનમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલ નંગ-૧૬૩૨ જેની કિ.રૂ ૬,૮૬,૦૫૨/- નો મુદામાલ મળી આવતા આરોપી રાજકુમાર ઉર્ફે રાજુ નવઘણભાઈ ઉડેચા/કોળી રહે ગામ રાણેકપર તા.હળવદ જી.મોરબી વાળા વિરુધ્ધમાં હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.