મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમી મળેલ કે, “એક સદેફ કલરની મહેન્દ્રા કંપનીની નંબર પ્લેટ વગરની TUV 300 કાર વાળીમાં ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગર કૈફી પીણુ ભરી માળીયા (મિં) મોરબી તરફ આવે છે જે મળેલ બાતમીના આધારે રેઇડ કરતા કારમાંથી દેશીદારૂ લી-૮૦૦ કિં.રૂ.૧,૬૦,૦૦૦/- તથા કાર કિંમત રૂપિયા ૪,૦૦,૦૦૦ મળિ કુલ કિંમત રૂપિયા ૫,૬૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી કાર ચાલક વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.