Homeગુજરાતમોરબીહળવદના કવાડીયા ચેકપોસ્ટ પાસે કચ્છ રેન્જની રેડ: આઇશર ટ્રકમાંથી રૂ. 32.84 લાખનો...

હળવદના કવાડીયા ચેકપોસ્ટ પાસે કચ્છ રેન્જની રેડ: આઇશર ટ્રકમાંથી રૂ. 32.84 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ડ્રાઇવરની ધરપકડ 

હળવદ પોલીસ સ્ટેશનની હદમાં દારૂની હેરાફેરીનો એક મોટો પર્દાફાશ થયો છે. જેમાં સરહદી રેન્જ ભુજના નાસતા ફરતા સ્કોડની ટીમે હળવદ-માળીયા હાઇવે પર આવેલી કવાડીયા ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવીને એક આઇશર ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૯,૪૫૬ બોટલોનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી દારૂ, ટ્રક અને અન્ય સામગ્રી મળીને કુલ રૂ. ૫૨.૮૯ લાખથી વધુના મુદ્દામાલ સાથે ડ્રાઈવરને ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ સરહદી રેન્જ ભુજના નાસતા ફરતા સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમને બાતમી મળી હતી કે હળવદ-માળીયા હાઇવે પરથી દારૂનો મોટો જથ્થો પસાર થવાનો છે. આ બાતમીના આધારે કવાડીયા ચેકપોસ્ટ પાસે જાહેરમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી એક આઇશર ટ્રક નંબર HR-38-AE 0201 ને અટકાવીને તેની તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન તેમાંથી અલગ-અલગ બ્રાન્ડ અને સાઇઝની કંપની સીલપેક વિદેશી દારૂની કુલ બોટલ નંગ – ૯,૪૫૬ કિંમત રૂ. ૩૨,૮૪,૨૬૮/- તથા આઇસર કિંમત રૂપિયા ૨૦,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિંમત રૂપિયા ૫૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૫૨,૯૮,૨૬૦ નાં મુદ્દામાલ સાથે આ આરોપી ટ્રક ડ્રાઈવર અરબાઝ રહીશ મેવ (ઉ.વ.૨૨) રહે. હરિયાણાવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય બે શખ્સો ટ્રક આપનાર આશીફ તથા માલ મોકલનાર શર્માજી નું નામ ખુલતા પોલીસે તમામ વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular