મોરબી સિટી એ ડીવિઝન પોલીસની ટીમે લીલાપર રોડ પર સચોટ બાતમીના આધારે દરોડો પાડીને વરલી ફીચરનો જુગાર રમતા એક ઇસમને રંગેહાથ ઝડપી લીધો છે, જ્યારે અન્ય બે શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ટીમને બાતમી મળી હતી કે લીલાપર રોડ પર આવેલી રામેશ્વર નળીયાના કારખાના પાસે એક ઇસમ મોબાઈલ ફોનમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહ્યો છે. પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડીને ત્યાંથી મેહુલભાઈ જીલુભાઈ ઉર્ફે લક્ષ્મણભાઈ પાટડીયા (ઉં.વ. ૨૨), રહે. લીલાપર રોડ, મૂળ રહે. માણાબા, તા. માળિયાવાળાને રોકડ રૂપિયા ૨૨૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિંમત રૂપિયા ૫૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૭૨૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય બે શખ્સો અશ્વિનભાઈ મનુભાઈ વાઘાણી રહે. લીલાપર, મોરબી તથા રાજુભાઈ કોળી રહે. વાવડી રોડ, મોરબીવાળા નું નામ ખુલતા તમામ આરોપોઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.