Homeગુજરાતમોરબીમોરબીમાં મચ્છુકાંઠા રબારી સમાજનો ભવ્ય શૈક્ષણિક સન્માન સમારોહ: તેજસ્વી તારલાઓનું કરાશે બહુમાન

મોરબીમાં મચ્છુકાંઠા રબારી સમાજનો ભવ્ય શૈક્ષણિક સન્માન સમારોહ: તેજસ્વી તારલાઓનું કરાશે બહુમાન

મોરબી ખાતે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓના સન્માન માટે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ તા. 21 જૂન, 2026ના રોજ સાંજે 5:00 વાગ્યે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ વિદ્યાર્થી ભવન, રવાપર-લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે યોજાનાર છે. સમારોહ દરમિયાન વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરી તેમના ઉત્સાહ અને આત્મવિશ્વાસમાં વધારો કરવામાં આવશે. સાથે જ વિદ્યાર્થીઓને વધુ ઊંચી સિદ્ધિઓ માટે પ્રેરણા મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજના આગેવાનો, વાલીઓ, યુવાનો તથા સમાજજનોને પરિવાર સાથે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના ગૌરવપૂર્ણ સન્માનના સાક્ષી બનવા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular