Homeગુજરાતમોરબીમોરબીમાં ફૂડ સેફ્ટી ચેકિંગ દરમિયાન અખાદ્ય ચટણી, વપરાયેલ તેલ અને ન્યૂઝપેપરનો જથ્થો...

મોરબીમાં ફૂડ સેફ્ટી ચેકિંગ દરમિયાન અખાદ્ય ચટણી, વપરાયેલ તેલ અને ન્યૂઝપેપરનો જથ્થો નાશ કરાયો

મોરબી મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા ખાણી પીણી તથા ફરસાણ ની પેઢીઓમાં નિરીક્ષણ કરી તેલ ના નમૂના નું સ્થળ પર તપાસ ની કામગીરી હાથ ધરવામાં આવેલ.

જેમાં રવાપર રોડ પર આવેલા ફરસાણ ની ૨૦ પેઢી ની તપાસ કરવામાં આવેલી અને તેલ ના નમૂના નું TPC MACHINE થી ચકાસણી કરવામાં આવેલ જેમાં તેલ ના નમુના માં ૨૫ TPC COUNT થી વધુ આવેલા તમામ નમૂના સ્થળ પર નાશ કરવામાં આવેલ. તદઉપરાંત ફરસાણ ની પેઢી માં મળેલ છાપેલ ન્યુઝ પેપર નો આશરે ૫ કેજી જેટલો જથ્ફૂથો ફુડ સેફ્ટિ ઇન્સ્પેક્ટર દ્વારા નાશ કરવામાં આવેલ. આ સાથે ખાણી પીણી ના વેપારિયો ને ફૂડ શાખા દ્વારા તાકીદ કરવામાં આવે છે કે આ ચેકિંગ ની કામગીરી વધુ કડક રીતે કરવામાં આવશે.

લાઈટ નાસ્તા હાઉસ માંથી આશરે ૨ કેજી અખાદ્ય ચટણી નો નાશ કરાયો  નેપોપ ચાઈનીસ માંથી આશરે ૫ કેજી આખાદ્ય ચટણીનો નાશ કરાયો તથા ફૂડ કલર નો નાશ કરાયો.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular