Homeગુજરાતમોરબીમોરબીના રવાપરમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા મોરબી મોરબીના રવાપરમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા By morbisahyognews June 17, 2026 426 Share FacebookXPinterestWhatsApp મોરબી શહેરના રવાપર જુના ગામમાં રામજી મંદિર પાછળ આવેલી શેરીમાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમી રહેલા ૬ ઇસમોને મોરબી સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે રવાપર જુના ગામમાં રામજી મંદિર પાછળની શેરીમાં કેટલાક ઇસમો કુંડાળું વળીને જુગાર રમી રહ્યા છે. તે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગાર રમતા છ શખ્સો જીતેન્દ્રભાઈ ડાયાભાઈ ચાડમીયા (ઉ .વ.૪૮ વર્ષ) રહે. રવાપર ગામમાં, રામજી મંદિરની બાજુમાં, ગામ: મોરબી, લખમણભાઇ વાલજીભાઈ માકાસણા રહે. રવાપર ઘુનડા રોડ ચિત્રકુટ સોસાયટી મોરબી, તનસુખભાઈ જેમલભાઈ વાછાણી રહે. મોરબી રવાપર ગોલ્ડન માર્કેટ પાછળ, શિવ એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૩૦૨, ગામ: મોરબી, ભરતભાઈ અખાભાઈ સુથાર રહે. મોરબી રવાપર ધુનડા રોડ, શ્રી કૃષ્ણા સોસાયટી, હનુમાનજી મંદિર સામે, ગામ: મોરબી, રાકેશભાઈ જીવરાજભાઈ લો રહે. મોરબી રવાપર ધુનડા રોડ, ગોલ્ડન માર્કેટ પાછળ, ચિત્રકૂટ સોસાયટી, શેરી નં. ૩, ગામ: મોરબી, સંજયભાઈ ચતુરભાઈ કાસુંદ્રા રહે. મોરબી રવાપર ધુનડા રોડ, ચિત્રકૂટ સોસાયટી મોરબીવાળાને રોકડ રૂપિયા ૨૨૫૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી ટંકારાના હરીપર ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શ્રમદાન અને લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો October 19, 2026 મોરબી મોરબી જિલ્લામાં ‘આત્મા’ પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ૯૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું October 19, 2026 મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular ટંકારાના હરીપર ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શ્રમદાન અને લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 19, 2026 મોરબી જિલ્લામાં ‘આત્મા’ પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ૯૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું morbisahyognews - October 19, 2026 વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026