મોરબી શહેરના શનાળા પોલીસ ચોકી પાસે આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડ વસાહતમાં રહેતા એક પરિવારમાં સામાન્ય વાતમાં ઉશ્કેરાઈ ગયેલા પિતાએ પોતાની જ ૧૭ વર્ષની સગી દીકરીના માથામાં લાકડાની પટ્ટી મારી ગંભીર ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી હાઉસિંગ બોર્ડમાં રહેતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ગીતાબેન અરવિંદભાઈ સાવરિયા (ઉ.વ. ૪૫) એ આરોપી અરવિંદભાઈ જેરામભાઈ સાવરિયા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી સાથે આરોપી પતિ એ ફરીયાદિની દીકરી સાથે ગાળાગાળી કરી ઢીકાપાટુનો તેમજ માથાના ભાગે લાકડાની પટ્ટી વડે ચાર ટાંકા જેવી ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.