Homeગુજરાતમોરબીટંકારામાં રક્તદાન મહાયજ્ઞ: GBS ના દર્દીની સારવાર માટે કાલે યોજાશે ભવ્ય શિબિર

ટંકારામાં રક્તદાન મહાયજ્ઞ: GBS ના દર્દીની સારવાર માટે કાલે યોજાશે ભવ્ય શિબિર

ટંકારા: ટંકારા તાલુકામાં આવતીકાલે એક વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. “એક યુનિટ રક્તદાન, ત્રણ જીવનદાન” ના ઉમદા હેતુ સાથે યોજાનારી આ શિબિરમાં રક્તદાતાઓને મોટી સંખ્યામાં ઉમટી પડવા અપીલ કરાઈ છે.

આ શિબિરનું આયોજન ખાસ કરીને લોહ નંદલાલભાઈ નામના દર્દીની સારવાર માટે કરવામાં આવ્યું છે. તેઓ હાલ GBS (Guillain-Barré Syndrome) નામની ગંભીર બીમારી સામે લડી રહ્યા છે. તેમની પ્લાઝમા થેરાપી (Plazma Therapy) માટે અંદાજિત 120 યુનિટ પ્લાઝમા FRP ની કટોકટીના સમયે તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે. આ કેમ્પ ૧૮/૦૬/૨૦૨૬ (ગુરુવાર) ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યાથી શ્રી પટેલ સમાજ વાડી, હીરાપર, ટંકારા ખાતે શરૂ થશે. મુશ્કેલ સમયમાં દર્દીની વ્હારે આવવા અને વધુ માહિતી મેળવવા માટે આયોજકોએ સંપર્ક નંબર 8980071345 જાહેર કર્યો છે અને લોકોને આ માનવતાના કાર્યમાં જોડાવા અનુરોધ કર્યો છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular