Homeગુજરાતમોરબીવાંકાનેરના વઘાસીયા ટોલનાકે ગાડીઓ ઉભી રાખવા બાબતે બબાલ થતા ટોલ કર્મચારીઓને આપી...

વાંકાનેરના વઘાસીયા ટોલનાકે ગાડીઓ ઉભી રાખવા બાબતે બબાલ થતા ટોલ કર્મચારીઓને આપી જાનથી મારવાની ધમકી આપી

વાંકાનેર મોરબી હાઈવે પર વઘાસીયા ટોલપ્લાઝા ખાતે ટોલ ટેક્સ ન ચૂકવવા અને ગાડીઓ રોકવા બાબતે સ્થાનિક શખ્સોએ ભારે આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ટોલનાકા પર ક્રેટા અને સ્કોર્પિયો કાર લઈને આવેલા શખ્સોએ “અમારી ગાડીઓ અહીં ઊભી નહીં રાખવાની” તેમ કહી ટોલ કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી, ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ બિહારના અને હાલ મોરબીના શોભેશ્વર રોડ પર કુબેર એપાર્ટમેન્ટમાં રહીને વઘાસીયા ટોલનાકે મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશકુમાર નિર્ભયકુમાર યાદવે (ઉં.વ. ૩૭) એ આરોપી જયરાજસિંહ ઝાલા તથા હરદીપ ઉર્ફે હરૂભા ઝાલા રહે. વઘાસિયા તા. વાંકાનેર તથા અજાણ્યા ચાર ઈસમો વિરૂદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી જયરાજસિંહ ઝાલા તથા તેની સાથે બે અજાણ્યો માણસોએ ક્રેટા કાર રજીસ્ટર નંબર જીજે-૩૬-એજે-૨૩૧૨ વાળી આવી ટોલ કર્મચારીને તેની ગાડી ઉભી નહી રાખવા જણાવી બોલાચાલી કરી બાદ હરદીપ ઉર્ફે હરૂભા ઝાલા રહે.વધાસીયા તા.વાંકાનેર વાળા તથા તેની સાથે બે અજાણ્યા માણસો સાથે પોતાના હવાલા વાળી સ્કોરપીયો કાર રજી નંબર જીજે-૦૮-બી.એચ-૦૦૦૭ વાળી લઇ ટોલબુથ પર આવી ટોલબુથના કર્મચારીને અમારી ગાડી ટોલબુથ પર નહી ઉભી રાખવા જણાવી આરોપીઓએ ટોલબુથના કર્મચારી સાથે બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી શરીરે મુઢ ઇજા કરી ટોલ નહી ભરી ટોલપ્લાઝના ગર્વેમેન્ટ ઓફ ઇન્ડીયા દ્વારા NHAI ને આપેલ નોટીફીકેશન G.S.R.838(E) નો ભંગ કરી ગુન્હો કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular