મોરબી શહેરમાં પુષ્ય નક્ષત્રના શુભ અવસરે આગામી તા. 18 જૂન, 2026 (ગુરુવાર)ના રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્, રાજકોટના સહયોગથી નિઃશુલ્ક સુવર્ણપ્રાશન ટીપાં પીવડાવવા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં 0 થી 15 વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં વિનામૂલ્યે પીવડાવવામાં આવશે. આયોજકો દ્વારા મોરબી શહેર અને આસપાસની તમામ સોસાયટીઓના વાલીઓને પોતાના બાળકોને સાથે લઈને આ આરોગ્યલક્ષી કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
વિશેષ નોંધનીય છે કે, શ્રી ઉમિયા સિનિયર સિટીઝન ક્લબ, મોરબીના સભ્યો દ્વારા કેમ્પમાં નિઃશુલ્ક સેવા આપવામાં આવશે. દર વખતે મોટી સંખ્યામાં બાળકો આ કેમ્પનો લાભ લેતા હોય છે અને અંદાજે 150 જેટલા બાળકોને સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવે છે.
આ કેમ્પ તારીખ 18 જૂન, 2026 (ગુરુવાર) સમય: સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી સ્થળ: હનુમાનજી મંદિર, વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, રવાપર રોડ, મોરબી ખાતે યોજાશે. વધુ માહિતી માટે મો. 94272 13999 પર સંપર્ક કરવા આયોજકો દ્વારા જણાવાયું છે.