Homeગુજરાતમોરબીમોરબી નજીક કારખાનામાંથી કોપર વાયરની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇ મોરબી મોરબી નજીક કારખાનામાંથી કોપર વાયરની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇ By morbisahyognews June 16, 2026 360 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ કારખાનામાંથી કોપર વાયરની અનડીટેક્ટ ચોરી ડીટેકટ કરી મુદ્દામાલ રીકવર કરી આરોપીઓને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ની સર્વેલન્સ ટીમે ઝડપી પાડેલ છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુન્હો રજિસ્ટર થયેલ હોય જે ગુન્હો વણશોધાયેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલિસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ચોર મુદ્દામાલ શોધી કાઢવા સૂચના કરેલ હોય જે દરમ્યાન સર્વેલન્સ ટીમને હ્યુમન સોર્સ તથા ટેકનીકલ માધ્યમથી બાતમીના આધારે આ ચોરીઓના ગુન્હાને અંજામ આપનાર ઇસમોને મોરબી જેતપુર રોડ સાપર ગામના પાટીયા પાસે ગાળા તરફ જવાના રસ્તે આવેલ ભંગારના ડેલા ખાતેથી ચોરીમાં ગયેલ કોપર વાયર કિ.ગ્રા.૮૧ કી.રૂ.૯૭,૨૦૦/-, બોલેરો વાહન જીજે ૩૬ ટી ૭૦૧૩ કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૧,૯૭,૨૦૦/ના મુદ્દામાલ સાથે આરોપી વિકાસભાઈ અનિલભાઈ લોરીયા રહે. હાલ માળીયા ફાટક પાસે કાંતીનગર મોરબી, સાગરભાઈ મેરામભાઈ સોલંકી રહે. મેધપર તા.માળીયા મીયાણા, ઈશ્વરભાઈ ગોપીલાલભાઈ ગુર્જર રહે. સાપર ગામ તા.જી.મોરબી મુલ રહે. ચાંદરસ તા.માંડલ જી.ભીલવાડ રાજસ્થાનવાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ. તેમજ અન્ય બે ઈસમો રવિભાઈ લાખાભાઇ સોલંકી રહે. મેધપર તા.માળીયા હાલ મોરબી તથા સચિનભાઈ લાખાભાઈ સોલંકી રહે. મેધપર તા. માળીયા (મી) હાલ રહે. મોરબીવાળાનુ નામ ખુલતા આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026