Homeગુજરાતમોરબીદેવ સોલ્ટની શિક્ષણ પ્રત્યેની અનોખી પહેલ: શાળા પ્રવેશોત્સવે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, નોટબુક...

દેવ સોલ્ટની શિક્ષણ પ્રત્યેની અનોખી પહેલ: શાળા પ્રવેશોત્સવે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, નોટબુક અને ટી-શર્ટનું વિતરણ

શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સતત કાર્યરત દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન (દેવ સોલ્ટ) દ્વારા વર્ષ ૨૦૨૬ના શાળા પ્રવેશોત્સવ નિમિત્તે દેવ સોલ્ટના કાર્યક્ષેત્ર આસપાસ આવેલા વિવિધ ગામોની શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્કૂલ-બેગ, જરૂરી શૈક્ષણિક સામગ્રી તેમજ નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કંપનીના જનરલ મેનેજર ટોમી એન્ટોની, ડૉ. દિવ્યમ ધોકિયા, પાર્થ પંચાલ, રમજાન જેડા અને તાજમામદ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિવિધ શાળાઓની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પોતાના હાથે શૈક્ષણિક સામગ્રી અર્પણ કરી હતી.

ઉપરાંત, ફાઉન્ડેશન દ્વારા ગયા વર્ષે પ્રથમ વખત કાર્યક્રમમાં સામેલ કરાયેલી કેટલીક શાળાઓના વિદ્યાર્થીઓને ટી-શર્ટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ ભેટોને ઉત્સાહ અને ખુશી સાથે સ્વીકારી હતી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular