માળીયા તાલુકાના વિરવિદરકા ગામ પાસેથી એક ઇસમને દેશી હાથ બનાવટની બંદુક હથિયાર નંગ-૧ કિં.રૂ.૫૦૦૦/- ના મુદામાલ સાથે એક ઈસમને મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડને સંયુક્તમાં ખાનગી બાતમી મળેલ કે માળીયા (મિં.) તાલુકાના વિર વિરદકા ગામના પાદરમાં એક ઇસમ પોતાની પાસે એક ગે.કા. હાથ બનાવટની લોખંડની બંદુક હથિયાર સાથે હોવાથી ખાનગી બાતમીના આધારે બાતમીવાળા સ્થળે જઇ તપાસ કરતા હાથ બનાવટની બંદુક હથિયાર નંગ -૦૧ કિંમત રૂપિયા ૫૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી અસગર ઉર્ફે અબુ દાઉદભાઈ જેડા (ઉ.વ.૪૫) રહે. વિર વિદરકા ગામવાળો મળી આવતા આરોપી વિરુધ્ધ માળીયા (મિં)પોલિસ સ્ટેશનમા હથીયાર ધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહિ કરેલ છે.