Homeગુજરાતમોરબીવાંકાનેરના જુના લાલપરમાંથી ઓટો રિક્ષા ચોરીની ફરીયાદ નોંધાઈ 

વાંકાનેરના જુના લાલપરમાંથી ઓટો રિક્ષા ચોરીની ફરીયાદ નોંધાઈ 

વાંકાનેર તાલુકાના જુના લાલપર ગામમાં ઘર બહાર પાર્ક કરી રાખેલી એક બજાજ ઓટો રિક્ષાને કોઈ અજાણ્યો તસ્કર ડુપ્લીકેટ ચાવી વડે ચોરી કરી નાસી છૂટ્યો હોવાની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જુના લાલપર ગામે રહેતા અને રીક્ષા ડ્રાઈવીંગ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા વાહીદભાઈ વલીભાઈ ખીયાણી (ઉં.વ. ૪૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની પોતાના કબ્જા વાળી બજાજ ઓટો રીક્ષા જેના રજીસ્ટર નંબર જી.જે. ૩૬-યુ-૨૫૦૮ વાળી સને-૨૦૧૮ ના મોડલની લીલા કલરની કાળા કલરના હુડ વાળી જેની આશરે કિ.રૂ.૫૦,૦૦૦/-વાળી કોઈ અજાણ્યો ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular