માળિયા; કંડલા-મોરબી નેશનલ હાઈવે પર માળિયા હરીપર ગામની ગોલાઈ પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે. ડિવાઈડર સાથે ભટકાઈને બંધ પડેલી એક એસ.ટી. બસના મુસાફરોને મદદ કરવા અને તેમને પોતાની બસમાં બેસાડવા માટે ઉભેલી અન્ય એસ.ટી. બસને પાછળથી પુરઝડપે આવેલા એક ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. તેમજ આ બનાવ અંગે માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ દ્વારકા જીલ્લાના સીદસરા ગામે રહેતા અને એસ.ટી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા યોગીરાજસિંહ વનરાજસિંહ જાડેજા (ઉ.વ.૩૨) એ આરોપી ટ્રેક રજી નં-DD-01R-9598 ના ચાલક વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળુ ટ્રેક રજીસ્ટર નં-DD-01R-9598 વાળો પુર ઝડપે અને ગફલત ભરી રીતે માનવ જીદગી જોખમાય તેમ જાહેર રોડ ઉપર ચલાવી રોડની સાઈડમાં પાકીંગ લાઈટ ચાલુ કરી સાઈડમા ઉભેલ ફરીયાદીની એસ.ટી બસ રજીસ્ટર નં-GJ -18ZT-01 340134 વાળીને ડ્રાઈવર સાઈડના ભાગે ભટકાળી તેમા બેઠેલ પેસેન્જર પ્રીતીબેન મુનિશ્વર (ઉ.વ.૩૮) જેઓને પગના ભાગે સામન્ય ઈજા તથા પ્રતીભાબેન યશવંતરાય (ઉ.વ.૭૦) વાળાઓને કમરના ભાગે ફેક્ચર જેવી ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.