Homeગુજરાતમોરબીવાંકાનેરમાં સામુ જોવા બાબતે બે પક્ષો વચ્ચે માથાકુટ થતા સામસામે ફરીયાદ નોંધાઈ 

વાંકાનેરમાં સામુ જોવા બાબતે બે પક્ષો વચ્ચે માથાકુટ થતા સામસામે ફરીયાદ નોંધાઈ 

વાંકાનેરના માર્કેટચોક વિસ્તારમાં આવેલી એક ચાની હોટેલ પર સામે જોવા જેવી નજીવી બાબતે બે પક્ષો વચ્ચે માથાકુટ થતા સામસામે ફરીયાદ નોંધાઈ હતી.

મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ સીપાઈ શેરી નં -૧ માં રહેતા એજાજ ગુલાબભાઈ ચૌહાણ (ઉ.વ.૨૬) એ આરોપી વિશાલ ગાંડુભાઈ ડાભી રહે. ભરવાડપરા વાંકાનેર, ભુરો તથા મિલન રમેશભાઈ રાજગોર રહે. લુહારશેરી વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાથી કનૈયા ચાની હોટલે ચા પીતા હતા ત્યારે આરોપીઓ ફરીયાદી પાસે આવી આરોપી વિશાલ સામે (કાતર મારવા) જોવા બાબતે બોલાચાલી કરી આરોપીઓએ ફરીયાદીને ઢીકા પાટુનો માર મારી, ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

જ્યારે સામાપક્ષે વાંકાનેર શહેરમાં આવેલ ભરવાડ શેરીમા રહેતા વિશ્વદીપભાઈ ગાંડુભાઈ ડાભી (ઉ.વ.૨૭) એ આરોપી એજાજ ઉર્ફે ડાડલી, મહમદ હુશેન લાખા, એજાજનો ભાઈ, નીખીલ ઉર્ફે કાબો ભોજક, અકીલ, ઈકબાલ, આફતાબ લાખા, અલફાઝ માણેક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી એજાજ ઉર્ફે ડાડલી સામે કાતરીયા મારતો હોય જેથી ફરીયાદિએ આરોપીને એજાજ સામે કેમ કાતરીયા મારે છે તેમ કહેતા આરોપીએ ફરીયાદિને તથા સાથી મીલનભાઈ દાદર સાથે જેમફાવે તેમ બોલાચાલી કરી જપાજપી કરી મુંઢમાર મારી ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

જેથી બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular