Homeગુજરાતમોરબીરાજકોટ; લોધિકામાં વાડીના મકાનમાંથી રૂ. 10.27 લાખના મુદ્દામાલ સાથે હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું

રાજકોટ; લોધિકામાં વાડીના મકાનમાંથી રૂ. 10.27 લાખના મુદ્દામાલ સાથે હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના લોધીકા પોલીસ સ્ટેશનના પીપરડી ગામની સીમમાં આવેલ વાડી-ખેતરના મકાનમાંથી રોકડા રૂ.૩,૧૮,૯૦૦/- તથા કાર, મોબાઇલ મળી કુલ ૧૦,૨૭,૯૦૦/- ના મુદ્દામાલ સાથે બે મહિલાઓ સહિત કુલ આઠ ઇસમને રાજકોટ રેન્જ ટીમે ઝડપી પાડયા છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રોહિબીશન તથા જુગારની પ્રવૃતિ કરનારા ઇસમોને શોધી કાઢી તેઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્‍ટાફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ, હ્યુમનસોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ કરી રહેલ હતા.

તે દરમ્યાન મળેલ બાતમીના આધારે પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના કુલદિપસિહ ચુડાસમા, કાસમભાઇ બ્લોચ, કમલેશભાઇ રબારી, મીતેશભાઇ પટેલ, અનિરુધ્ધસિહ જાડેજા તથા ડ્રા. ધર્મેન્દ્રસિહ જાડેજા, ગોવીંદભાઇ ધાંધળએ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના લોધીકા પો.સ્ટે.ની હદમાં લોધીકાથી પીપરડી ગામ તરફ પીપરડી ગામની સીમમાં આવેલ સુરપાલસિહ ઉર્ફે કાનભા અનિરુધ્ધસિહ જાડેજાની કબ્જા ભોગવટાની વાડી-ખેતરના મકાનમાં જુગાર રમતા બે મહિલા સહિત કુલ આઠ ઇસમો (૧) સુરપાલસિંહ ઉર્ફે કાનભા અનિરૂદ્ધસિંહ જાડેજા રહે. પીપરડી તા.લોધિકા (૨) ગોવિંદભાઈ અરજણભાઈ આંબલીયા રહે જોગવડ પાટીયા તા.લાલપુર (3) માનણભાઇ રણમલભાઈ બુચડ રહે. ધૂમથર તા.કલ્યાણપુર (૪) દેવશીભાઈ વાસાભાઈ મુંધવા રહે. સખપર તા.ટંકારા (૫) નિલેશભાઈ નવઘણભાઈ ફાંગલિયા રહે. આણંદપર બાધી તા.રાજકોટ (૬) રાજાભાઈ ઘેલાભાઈ ટારીયા રહે ચેલા તા.જામનગર (૭) મનીષાબેન રાજેશભાઈ પાલા રહે મયુર ગ્રીન સોસાયટી રણજીત સાગર રોડ તા.જામનગર (૮) સતીબેન દેવાયતભાઈ ડાંગર રહે ગોકુળ નગર, જામનગર વાળાઓ પાસેથી રોકડા રૂ.૩,૧૮,૯૦૦/- અર્ટીગા કાર રૂ.૭,૦૦,૦૦૦/- મોબાઇલ-૩ રૂ.૯,૦૦૦/- મળી કુલ રૂ.૧૦,૨૭,૯૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ અને તમામ ઇસમો વિરુધ્ધ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના લોધિકા પો.સ્ટે. ખાતે ફરીયાદ દાખલ કરાવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular