રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના ખારચીયા ગામ જતા રસ્તા પરથી ઇકોસ્પોર્ટસ કારમાંથી દેશી દારૂ લી.૫૦૦ મળી કુલ ૪,૦૦,૫૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને રાજકોટ રેન્જ ટીમે ઝડપી પાડયો છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)* રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રોહિબીશન તથા જુગારની પ્રવૃતિ કરનારા ઇસમોને શોધી કાઢી તેઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ, હ્યુમનસોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ કરી રહેલ હતા.
તે દરમ્યાન સ્ટાફના દિવ્યેશભાઇ સુવા, વકારભાઇ આરબ, શિવરાજસિહ ઝાલા, નિકુલભાઇ પંપાણીયા તથા ડ્રા. ગોવીંદભાઇ ધાંધળનાઓને મળેલ બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જેતપુર તાલુકા પો.સ્ટે.ની હદમાં જેતપુર બગસરા રોડ પર ખારચીયા ગામ જતા રસ્તા તરફ જવા રણુજા મંદિરથી નજીક મામાદેવના મંદિર પાસેથી ઇકોસ્પોર્ટસ કાર નં. જીજે-૧૧-એબી-૮૨૩૮ માંથી આરોપી દિપક ઉર્ફે મોતીયો ગુણવંતરાય વોરા રહે. રામપરા તા.ધોરાજી મુળ રહે.ગોંડલ દરવાજા જેતપુર વાળાને દેશી દારૂ લી.૫૦૦ સાથે પકડી પાડી દેશી દારુ, મોબાઇલ તથા ઇકોસ્પોર્ટસ કાર મળી કુલ કિં.રૂ.૪,૦૦,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ અને આરોપી તથા દેશી દારૂનો જથ્થો આપનાર તથા મંગાવનાર દિલુભાઇ બોરીચા રહે.ધારી બગસરા તથા કિશન ડાયાભાઇ રાઠોડ રહે.જેતપુર વાળાઓ વિરુધ્ધ જેતપુર તાલુકા પો.સ્ટે. ખાતે ફરીયાદ દાખલ કરાવેલ છે.