Homeગુજરાતમોરબીમોરબીમાં જાહેરનામાના ભંગ બદલ સ્પા સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ

મોરબીમાં જાહેરનામાના ભંગ બદલ સ્પા સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ

મોરબી શહેરમાં સ્પા સેન્ટરોની આડમાં ચાલતી પ્રવૃત્તિઓ અને નિયમોના ઉલ્લંઘન પર લગામ કસવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. મોરબી એસ.ઓ.જી. (S.O.G.) ની ટીમ દ્વારા મોરબીના શનાળા રોડ પરના એક સ્પા સેન્ટરમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો સરેઆમ ભંગ થતો જોવા મળતા સ્પા સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી પોલિસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન શનાળા રોડ પર ‘મહેશ હોટેલ’ ની બાજુમાં આવેલા ધર્મેન્દ્ર પ્લાઝાના બીજા માળે “ડાઉન ટાઉન સ્પા” (Down Town Spa) માં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્પામાં કામ કરતી મહિલા કે અન્ય વર્કરોના બાયોડેટા ફોર્મ ભરીને પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવવી ફરજિયાત હોવા છતાં, બે કર્મચારીઓની આવી કોઈ નોંધ કરાવવામાં આવી નહોતી. તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ સ્પા સેન્ટરોમાં સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ રાખવું અનિવાર્ય છે, પરંતુ આ સ્પામાં જાહેરનામા મુજબનો કોઈ ડેટા ઉપલબ્ધ નહોતો જેથી જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના જાહેરનામાનું પાલન ન કરવા બદલ આરોપી આરીફભાઈ ગુલામભાઈ બેલીમ ( ઉંમર: ૨૬ વર્ષ) રહે. બી-૧૦૧, ઓમકાર રેસિડન્સી, લીલાપર રોડ, તા.જી. મોરબીવાળા વિરૂદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. (BNS) કલમ-૨૨૩ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular