Homeગુજરાતમોરબીસગા થયા વૈરી: મકાન વિવાદમાં ભાઈ-ભત્રીજાએ આધેડને ધોકા વડે ફટકાર્યા

સગા થયા વૈરી: મકાન વિવાદમાં ભાઈ-ભત્રીજાએ આધેડને ધોકા વડે ફટકાર્યા

મોરબીમાં જમીન અને મકાનના વિવાદમાં સગા સંબંધો લોહીલુહાણ થયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં વિધુતનગરમાં આવેલા એક મકાનની માલિકી બાબતે સગા મોટા ભાઈ અને ભત્રીજાએ ભેગા મળીને આધેડનુ મોટરસાયકલ પર અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેમને જાંબુડીયા બ્રીજ પાસે અવાવરું જગ્યાએ લઈ જઈ લાકડાના ધોકા વડે બેરહેમીથી માર મારી, બળજબરીથી મિલકતના દસ્તાવેજો અને સ્ટેમ્પ પેપર પર સહી-અંગૂઠા કરાવી લીધા હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીની યદુનંદન સોસાયટીમાં રહેતા અને બોલેરો ગાડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા વાસુરભાઈ સામતભાઈ સોઢીયા (ઉં.વ. ૫૦) એ આરોપી મગનભાઈ સામતભાઈ સોઢીયા (મોટા ભાઈ) તથા રાજન મગનભાઈ સોઢીયા રહે. બંને વિધુતનગર સર્કિટ હાઉસની સામે મોરબીવાળા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા તેમના ભાઈ આરોપી મગનભાઈના નામે વિધુતનગરમા મકાન આવેલ હોય જે મકાન આરોપીએ પોતાના નામે કરી દેવાનું કહેતા ફરિયાદીએ ના પાડતા આરોપી મગનભાઈએ ભુંડી ગાળો બોલી એક લાફો મારી બન્ને આરોપીઓએ ફરિયાદીને તેમના મોટર સાઈકલમાં બળજબરીથી બેસાડી અપહરણ કરીને જાંબુડીયા બ્રીજ પાસે થી કોરલ ગોલ્ડ કારખાના પાસે એકાંત જગ્યાએ લઈ જઈ ત્યાં પડેલ લાકડાનો ધોકો લઈ બને આરોપીઓએ વારાફરતી પકડી રાખી લાકડાના ધોકા વડે ફરિયાદિને પગના ભાગે માર મારી મુંઢ ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular