Homeગુજરાતમોરબીવાંકાનેરના ગઢીયા ડુંગર વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ, ઝાડીઓમાં આરામ કરતા દીપડાનો...

વાંકાનેરના ગઢીયા ડુંગર વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ, ઝાડીઓમાં આરામ કરતા દીપડાનો વીડિયો વાયરલ

વાંકાનેર શહેરની નજીક આવેલા ગઢીયા ડુંગર વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે એક કદાવર દીપડાએ દેખા દેતા સ્થાનિક નાગરિકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. રહેણાંક અને અવરજવર વાળા વિસ્તારની નજીક વન્ય પ્રાણી આવી ચડતા લોકોમાં ડર જોવા મળી રહ્યો છે.

બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે સાંજના સમયે ગઢીયા ડુંગર પર આવેલા ઝાડી-ઝાંખરામાં એક દીપડો આરામ ફરમાવતો સ્થાનિકોની નજરે ચડ્યો હતો. અચાનક દીપડાને જોતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે, કેટલાક જાગૃત નાગરિકોએ સાવચેતી રાખીને દૂરથી જ પોતાના મોબાઈલ કેમેરામાં દીપડાનો વીડિયો અને તસવીરો કેદ કરી લીધા હતા. આ વીડિયો અને તસવીરો હાલ સોશિયલ મીડિયા અને સ્થાનિક લોકોમાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઢીયા ડુંગર અને તેની આસપાસનો વિસ્તાર જંગલી વનસ્પતિઓથી ઘેરાયેલો છે, જેના કારણે વન્ય પ્રાણીઓ ખાસ કરીને દીપડાઓ અવારનવાર ખોરાક અને પાણીની શોધમાં જંગલ વિસ્તાર છોડીને માનવ વસાહત તરફ આવી ચડતા હોય છે. માટે આ વિસ્તારમાં દિવડાઓની અવરજવર રહેતી હોવાથી સ્થાનિક લોકોએ રાત્રિના સમયે કે વહેલી સવારે એકલા બહાર નીકળવાનું ટાળવું, બાળકોને ઘરની બહાર એકલા રમવા ન જવા દેવા, ડુંગરની આસપાસના વિસ્તારમાં પશુઓ ચરાવવા જતા માલધારીઓએ ખાસ સાવધાની રાખવા અપિલ કરવામાં આવે છે

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular