Homeગુજરાતમોરબીમોરબીમાં જનકલ્યાણ શિબિરનું આયોજન: એક જ સ્થળે મળશે સરકારી યોજનાઓ અને સેવાઓનો...

મોરબીમાં જનકલ્યાણ શિબિરનું આયોજન: એક જ સ્થળે મળશે સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ

રાજ્ય સરકારના જનકેન્દ્રિત શાસનના અભિગમને વધુ મજબૂત બનાવવા તથા નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ સરળતાથી અને નજીકમાં ઉપલબ્ધ થાય તે માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા જનકલ્યાણ શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને સરકારી કચેરીઓમાં વારંવાર જવાનું ટાળીને તેમની નજીકમાં જ વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ પહોંચાડવાનો છે.

આ કાર્યક્રમ અંતર્ગત મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મહાનગરપાલિકા તેમજ અન્ય શાસકીય વિભાગો દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે. નાગરિકો અહીં પોતાની અરજી, જરૂરી દસ્તાવેજો અને પ્રશ્નો સાથે આવી શકે છે અને તાત્કાલિક માર્ગદર્શન તથા જરૂરી કાર્યવાહી મેળવી શકશે.

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં જનકલ્યાણ શિબિર સ્થળ:-૧ તા. ૧૨/૦૬/૨૦૨૬ રોજ વોર્ડ નંબર ૧,૭,૮,૯,૧૦,૧૧,અને ૧૨ માટે કમ્યુનીટી હોલ, શનાળા રોડ સરદારબાગની પાછળ,મોરબી પાસે તથા સ્થળ:-૨ તા :- ૧૩/૦૬/ ૨૦૨૬ ,વોર્ડ નંબર ૨,૩,૪,૫,૬, અને ૧૩ સુધી, પંચમુખી હનુમાન મંદિર, વેજીટેબલ રોડ ,મોરબી -2 માં આયોજિત કરવામાં આવશે, સમય: સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી .

જનકલ્યાણ શિબિરમાં નીચે દર્શાવ્યા મુજબના સેવાઓનો લાભ લાભાર્થી લઇ શકશે.

• વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન

• પ્રમાણપત્રો માટે અરજી તથા પ્રક્રિયા

• આવક, જાતિ તથા નિવાસ સંબંધિત સેવાઓ

• કૃષિ,પંચાયત,સમાજકલ્યાણઅને આદિજાતિ વિકાસ વિભાગ ની સેવાઓ

• ઘરેલું વીજ જોડાણ, બસ કનેક્શન પાસ તથા બેન્કિંગ લગતી સેવાઓ

• આરોગ્ય અને સામાજિક સુરક્ષા યોજનાઓ અંગે માર્ગદર્શન

• મ્યુનિસિપલ સેવાઓ સંબંધિત અરજીઓ

• નાગરિકોની સમસ્યાઓ અને રજૂઆતોનું નિરાકરણ

આ કાર્યક્રમ દરમિયાન નાગરિકોને વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સીધું માર્ગદર્શન આપવામાં આવશે જેથી સામાન્ય લોકોન સરકારી સેવાઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને આ કાર્યક્રમનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. નાગરિકોએ જરૂરી દસ્તાવેજો સાથે કેમ્પમાં હાજરી આપી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા તથા પોતાની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ મેળવવા વિનંતી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular