Homeગુજરાતમોરબીવાંકાનેરમાં લેબર કોન્ટ્રાક્ટની અદાવતમાં યુવક પર ચાકુ અને ધોકા વડે હુમલો; ત્રણ...

વાંકાનેરમાં લેબર કોન્ટ્રાક્ટની અદાવતમાં યુવક પર ચાકુ અને ધોકા વડે હુમલો; ત્રણ શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

વાંકાનેરમા સિરામિકમાં લેબર કોન્ટ્રાક્ટ યુવકને મળેલ હોય જેનો ખાર રાખીને અન્ય એક કોન્ટ્રાક્ટરના માણસોએ ધોળા દિવસે યુવાન કોન્ટ્રાક્ટર પર ચાકુ અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના ધૌલપુર જિલ્લાના ભાડી તાલુકાના ભસૈઈ ડાંગ ગામના વતની અને હાલ વાંકાનેરના માટેલ ઠુવા રોડ પર વિકાસ હોટેલની બાજુમાં વિનુભાઈ વાઢેરના મકાનમાં ભાડેથી રહેતા અને છેલ્લા ચારેક વર્ષથી આ વિસ્તારમાં રહીને સિરામિક ફેક્ટરીઓમાં લોડિંગનો લેબર કોન્ટ્રાક્ટ ચલાવતા ગજરાજભાઈ અમરેશભાઈ ગુર્જર (ઉં.વ. ૩૨)એ આરોપી હરીસિંહ ટીકમસિંહ ગુર્જર રહે. ગામ, સરતાનપર, તા. વાંકાનેર, જોગેન્દ્ર સઓ રામધન ગુર્જર રહે. ગામ. સરતાનપર, તા. વાંકાનેર તથા લોકેન્દર શિવરામ રહે.ગામ, લકડધાર, તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી હરીસિંહએ ફરિયાદીના ભાગીદાર વિજયભાઇ સાથે એમ્બિટો સીરામીકમાં લોડીંગનો કોન્ટ્રાકટ રાખવા બાબતે બોલાચાલી કરેલ હોય જેનો ખાર રાખી આરોપી હરિસિંહના કહેવાથી આરોપી જોગેન્દ્ર તથા લોકેન્દર એ ફરિયાદીને સીરામીકના કારખાનામાં લોડીંગના કોન્ટ્રાકટ બાબતે માર મારવાનુ કહેતા આરોપીઓએ તેના હાથમાં રહેલ ચાકા તથા ધોકા વડે ફરિયાદીને શરીરે ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular