ટંકારા તાલુકાના મેઘપરઝાલા ગામે જમીનની માપણી દરમિયાન જૂની અદાવતમાં બે સગા ભાઈઓએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી કાકા-ભત્રીજાની નિર્મમ હત્યા કરી નાખવામાં આવી હોવાની બે શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા અને ખેતી કરતા દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલા (ઉ.વ.૪૮) એ આરોપી મહેન્દ્રસિંહ મહાવિરસિંહ ઝાલા તથા તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા રહે. બંને મેઘપર ઝાલા ગામ તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની ભોગવટાવાળી જમીનમાં ફરીયાદીથી તથા તેમના દિકરા મરણ જનાર હર્ષવર્ધનસિંહ (ઉ.વ.૨૨) તથા તેનાભાઈ જયપાલસિંહ (ઉ.વ.૪૦) વાળાઓ જમીન માપણી કરાવી શેઢાના ભાગે ખુંટા મારતા હતા અને તેઓની બાજુમાં આરોપીઓના પિતા મહેન્દ્રસિંહ શિવુભા ઝાલાની વાડી આવેલ હોય જેથી તેઓના બન્ને દિકરાઓ આરોપીઓ મહાવિરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા તથા તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા વાળાઓને માપણી કરી ખુંટા મારતા હોય જે સારૂ નહીં લાગતા તેઓ બન્ને મોટરસાઇકલ લઇ વાડીએ આવી ફરીયાજિના દિકરા તથા ભાઇને છરીઓ વડે આડેધળ શરીરના ભાગે ઘા મારી ગંભીર પ્રકારની ઇજાઓ કરી બન્નેના મોત નીપજાવી હત્યા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.