આ અભિયાનમાં વોર્ડ નં. 9ના કોર્પોરેટર નવનીતભાઈ ભુદરભાઈ કુંડારિયા, હિરેનભાઈ પરબતભાઈ કરોતરા, ભગવતીબેન મહેશભાઈ કુંડારિયા તેમજ નૂતનબેન હરસુખભાઈ વિડજા સહિત કાર્યકર્તાઓ જોડાયા હતા. તેમણે સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્તિ અંગે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો.
સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત મોરબીના નિર્માણ માટે મહાનગરપાલિકાની ટીમ, સફાઈ કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક સહભાગી બની અભિયાનને સફળ બનાવ્યું હતું.