Homeગુજરાતમોરબીમાળિયાના સરવડ ગામે પાણી માંગવા બાબતે સરપંચ સહિત બે શખ્સોનો યુવાન પર...

માળિયાના સરવડ ગામે પાણી માંગવા બાબતે સરપંચ સહિત બે શખ્સોનો યુવાન પર હિંચકારો હુમલો

માળિયા મિયાણા તાલુકાના સરવડ ગામના હાઇવે પર પાણી જેવી સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈને સરવડ ગામના સરપંચ અને અન્ય એક શખ્સે મળીને એક યુવાન પર બેરહેમીપૂર્વક હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના મોટી બરાર ગામે રહેતા મજુરી કામ કરતા જયેશભાઈ ગોવિંદભાઈ મુછડીયા (ઉ.વ.૩૮) એ આરોપી પુનિત ઉર્ફે પુનિયો પટેલ રહે.‌ સરવડ ગામ તથા નવનીત પટેલ રહે. મોટી બરાર ગામ તા. માળિયાના મીયાણાવાળા વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પાસે આરોપી પુનિત ઉર્ફે પુનિયાએ પાણી માગતા ફરીયાદીએ પોતાની પાસે પાણી નહી હોવાનુ જણાવતા આરોપીએ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી સાથે બોલાચાલી કરી ભુંડી ગાળો બોલી આરોપી નવનીત પટેલ (સરવડ ગામના સરપંચ)ને બોલાવી બન્ને આરોપી ભેગા મળી ફરીયાદી સાથે બોલાચાલી ઝપાઝપી કરી ભુંડી ગાળો બોલી આરોપીઓએ ફરીયાદીના બન્ને ગાલ તથા કાનના ભાગે ઝાપટો મારી કાનના પડદાના ભાગે ઈજા કરી તથા ધોકા વતી ફરીયાદીને વાસાના ભાગે માર મારી તેમજ ડાબી આંખ પાસે ઢીકો મારી મુઢ ઈજા કરી બન્ને આરોપીઓએ ફરીયાદીને માર મારવાની ધમકી આપી જાહેરમાં જ્ઞાતી પ્રત્યે હડધુત કરેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular