Homeગુજરાતમોરબીમોરબીમાં ગેરેજમાંથી કારની ચોરી: રિપેરિંગમાં મુકેલી બે લાખની આઇ-10 કાર લઈ ચોર...

મોરબીમાં ગેરેજમાંથી કારની ચોરી: રિપેરિંગમાં મુકેલી બે લાખની આઇ-10 કાર લઈ ચોર રફૂચક્કર

મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે એક ગેરેજમાં રિપેરિંગ માટે મૂકવામાં આવેલી ફોર વ્હીલર ગાડી કોઈ ચોર ઈસમ ચાવી વડે ચાલુ કરીને ચોરી ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા રંગપર ગામે રહેતા અને મોરબીના લાતીપ્લોટ શેરી નંબર ૬ માં વિશ્વા પ્લાસ્ટિક નામનું કારખાનું ચલાવતા ચંદ્રકાંતભાઈ બાલુભાઈ ઉધરેજા (ઉ.વ. 44)એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની હ્યુન્ડાઈ કંપનીની ગ્રાન્ડ આઇ.10 ફોર વ્હિલર ગાડી નં.GJ-36-B-4003 જેની કિ.રૂ.2,00, 000/- વાળી કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular