મોરબી તાલુકાના પંથકમા સીમમાં ખેત મજૂરો પર હથિયારો સાથે ત્રાટકી, લૂંટનો પ્રયાસ કરી મહિલાઓ પર પાશવી દુષ્કર્મ આચરવાના બે અલગ-અલગ ચકચારી ગુનાઓનો ભેદ ઉકેલવામાં મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. પોલીસે રાત્રિના અંધકારમાં આતંક મચાવતી ગેંગના એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોર સહિત કુલ ૪ સાગરીતોને મુદ્દામાલ સાથે દબોચી લીધા છે, જ્યારે એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.
મોરબી તાલુકા પંથકમાં પાંચ ઈસમો ચોરી લૂંટ કરવાના ઇરાદે જય ડર દાગીના રોકડ નહીં મળતા છરી ધોકા જેવા હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી મહિલા પર દુષ્કર્મ આંચલ તેમજ અન્ય એક જગ્યાએ પણ એક મહિલા પર ત્રણ ઇસમો દ્વારા દુષ્કર્મ આચરણ હોય જે અંગે બે અલગ અલગ દુષ્કર્મના ગુના મોરબી તાલુકા પોલીસમા રજીસ્ટર થયેલ હતા.
મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના અધિકારી/માણસો તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી તથા કર્મચારી ઓ આ ગુનો શોધી કાઢવા ટેકનીકલ માધ્યમ, હ્યુમન સોર્સીસ, સી.સી.ટીવી ફુટેઝ તથા ખાનગી બાતમી મેળવી તેમજ જુદી-જુદી ટીમો બનાવી આ બંન્ને ગુનાઓ શોધી કાઢવા મોરબી જિલ્લા વિસ્તારમાં કાર્યરત હતા.
તે દરમ્યાન એલ.સી.બી./પેરોલફર્લો અધિકારી તથા સ્ટાફને તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ આ ગુન્હો શોધવા કાર્યરત હતા તે દરમ્યાન ખાનગી બાતમી મળેલ કે આ ગુનો આચરનાર દેવીપુજક ગેંગ છે અને તેઓ હળવદ તાલુકાના માથક તથા કડીયાણા ગામના છે.અને તેઓ પૈકી ચાર વ્યક્તિ ચરાડવા આવેલ હોવાની બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર જઇ બાતમી મુજબના વર્ણનવાળા ત્રણ વ્યક્તિ તથા એક કાયદાના સંઘર્ષમા આવેલ બાળ કિશોર મળી આવેલ જે ત્રણ ઇસમો નવઘણભાઇ કાળુભાઇ વાધેલા (ઉ.વ.૨૧), દિલીપ ઉર્ફે દિપો કેશાભાઇ વાજેલીયા (ઉ.વ.૨૦) તથા મુન્નાભાઇ ગંગરામભાઇ વાજેલીયા રહે. બધા કડીયાણા ગામ તા. હળવદવાળાને ઝડપી પુછપરછ કરતા અન્ય એક શખ્સ દિનેશભાઇ મધુભાઇ જખાનીયા/ રહે, માથક તા.હળવદવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે તેમજ ઇસમો ગુનામા ઉપયોગ કરેલ મુદામાલ મોબાઇલ ફોન તથા ઉપયોગ કરેલ વાહન સાથે હસ્તગત કરી આરોપીઓને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.