Homeગુજરાતમોરબીમોરબીમાં દહેજના ત્રાસથી પરિણીતાનો આત્મહત્યાનો પ્રયાસ, એસિડ પી લેતા હોસ્પિટલમાં ખસેડાઈ

મોરબીમાં દહેજના ત્રાસથી પરિણીતાનો આત્મહત્યાનો પ્રયાસ, એસિડ પી લેતા હોસ્પિટલમાં ખસેડાઈ

‘પિયરમાંથી રૂ.5 લાખ લાવો’નું દબાણ, પતિ સહિત ત્રણ સામે મહિલા પોલીસમાં ફરિયાદ

મોરબીની વીસીપરા ગુજરાત સોસાયટીમાં રહેતી ૨૫ વર્ષીય પરિણીતા પાસે લગ્ન ખર્ચ પેટે પિયરમાંથી પાંચ લાખ રૂપિયા મંગાવવા સાસરિયાઓએ દબાણ કર્યું હતું. પિયરપક્ષે પૈસા આપવાની ના પાડતા પરિણીતાને ઢોર માર મારી, ઓરડામાં પૂરી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. સાસરિયાઓના આ અસહ્ય ત્રાસ અને મેણા-ટોણાથી કંટાળીને પરિણીતાએ બાથરૂમમાં રહેલું એસિડ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે મોરબી મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદના માળિયા હરી રોડ પર આવેલા મલવાસના વતની અને મોરબી સાસરે સોનલબેન વાઘજીભાઇ રાઠોડ (ઉ.વ.૨૬) એ આરોપી ભરતભાઈ બાબુભાઈ ચાવડા, લિલાબેન બાબુભાઈ ચાવડા તથા પરસોત્તમભાઈ ડાયાભાઈ ચાવડા રહે. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું ફરીયાદીને તેના પતી તથા સાસુ તથા મોટા સસરા એમ બધાએ લગ્ન જીવન દરમ્યાન નાની નાની બાબતે હેરાન પરેશાન કરી મેણા ટોણા મારી શારીરીક તથા માનશીક દુ:ખ ત્રાસ આપતા હતા અને લગ્ન ખર્ચ પેટે પિયરમાંથી પાંચ લાખ રૂપિયા માંગવા દબાણ કરતા હોય અને જાનથી મારી નાખવાની ધમકી આપી એસીડ પિવા મુજબુર કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૮૫, ૧૧૫(૨).૩૫૧(૨). ૫૪ તથા દહેજ પ્રતિબંઘ ધારાની કલમ,૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular