Homeગુજરાતમોરબીમોરબીમા ચીલઝડપ ચોરી કરનાર રીઢા આરોપીને પોલીસે ઝડપી પાડયો

મોરબીમા ચીલઝડપ ચોરી કરનાર રીઢા આરોપીને પોલીસે ઝડપી પાડયો

મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી. કેમેરા તેમજ ટેકનીકલ અને હયુમન સોર્સીસ આધારે મોરબી સીટી એ ડીવીઝન સર્વલન્સ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે તા.૩/૬/૨૦૨૬ ના રોજ મોરબી શહેરમાથી ફરીયાદી ભાવેશભાઇ વિનુભાઇ મહેતા રહે. મોરબી શનાળા રોડ ભકિતનગર સોસાયટી વાળા ના ચાલુ એકટીવા મોટરસાયકલ મા પાછળ બેઠેલ ફરીયાદી ના પત્ની ના ગળામા પહેરેલ ચેઇનની નંબર પ્લેટ વગરના મોટર સાયકલ ચાલકએ ચીલઝડપ કરી નાસી ગયેલ તે ઇસમ નંબર પ્લેટ વગરના યામાહા R15 મોટરસાયકલ સાથે મળી આવતા યુકિત પ્રયુકિત થી પુછપરછ કરતા પોતે મોરબી શહેરમાથી સોનાના ચેઇનની ચીલઝડપ કરેલાની કબુલાત આપતા આરોપી સરફરાજભાઇ ઉર્ફે ફૈઝલ સ/ઓ અબ્દુલભાઈ મંધરીયા ઉ.વ.૩૨ રહે. ભુજવાળાને પકડી પાડી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ કલમ.૩૦૪(૨) મુજબનો ગુન્હો ડીટેકટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular