Homeગુજરાતમોરબીઅસહાય વૃધ્ધ મહિલાને વૃધ્ધાશ્રમ ખાતે પહોંચાડતી મોરબી મહિલા પોલીસ શી-ટીમ

અસહાય વૃધ્ધ મહિલાને વૃધ્ધાશ્રમ ખાતે પહોંચાડતી મોરબી મહિલા પોલીસ શી-ટીમ

મહીલા પોલીસ સ્ટેશન પી.આઈના માર્ગદર્શન હેઠળ શી-ટીમ ના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હોય એ દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તી નો ફોન આવેલ કે, જેતપર ગામ તા.જી.મોરબી નજીક એક વૃદ્ધ મહિલા મળી આવેલ છે જેથી શી- ટીમ માં રહેલ કર્મચારીઓ તે સ્થળે પહોંચી વૃદ્ધ મહિલા ની પૂછપરછ કરતા જણાવેલ કે તેઓ નુ નામ ગિતાબેન હકાભાઈ ચૌહાણ (ઉ.વ.૬૦) ધંધો. ભંગાર વીણવો જેઓ જેતપર ગામે ભાડાના મકાનમાં રહે છે અને પોતે ભંગાર વીણી પોતાનું ગુજરાન ચલાવે છે.વધુ પૂછપરછ કરતા જણાવેલ કે અમારા પતી રીક્ષા ચલાવતા હોય જે અમારા દીકરા સાથે રહે છે.તથા જણાવેલ કે મારે સંતાનમાં બે દીકરા હોય નામે (૧) ભુપત ભાઈ હકાભાઈ ચૌહાણ ઉ.વ.૩૫ તથા (૨) પ્રકાશભાઈ હકાભાઈ ચૌહાણ ઉ.વ.૩૨ ધંધો. બંને છૂટક મજૂરી કરતા હોય,

વધુ માં જણાવતા કે પોતે ઉમર લાયક હોવા ને કારણે કામ થતું ન હોય અને દીકરાઓ સાથે રાખવાની ના કહેતા હોય જેથી અમારે વૃધ્ધાશ્રમમાં જવું હોય આટલું જણાવતા શી- ટીમ માં રહેલ કર્મચારીઓ પારૂલબેન બી.વાઘેલા, રમીલાબેન એન.ચાવડા તથા મહાવીરભાઈ એ.અગ્રાવત નાઓ તે વૃદ્ધ મહિલાને શોભેશ્વર રોડ, મોરબી ખાતે આવેલ વૃધ્ધાશ્રમ માં સહી સલામત મુકી આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular