મોરબીના જાંબુડીયા ગામની સીરામીક ફેક્ટરીની લેબર કોલોનીમાં પ્રેમલગ્નનો કરુણ અંજામ સામે આવ્યો છે. પોતાની દીકરીએ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરી લેતા રોષે ભરાયેલા પિતા અને ભાઈ છરી જેવા ઘાતક હથિયાર સાથે યુવકના ઘરે ધસી આવ્યા હતા. આરોપીઓએ જાહેરમાં દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ ભાવનગરના ગારીયાધાર તાલુકાના મેસણકા ગામના વતની અને હાલ મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલી નીલકંઠ (સોરોના) સીરામીક ફેક્ટરીની લેબર કોલોનીમાં રહીને ખાનગી નોકરી કરતા આરદીપભાઈ મુકેશભાઈ દાણા (ઉ.વ. ૨૩) એ આરોપી બાબુભાઈ કાળાભાઈ પરમાર તથા ભરતભાઈ બાબુભાઈ પરમાર રહે. બંને થાનગઢ જી. સુરેન્દ્રનગરવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપીબાબુભાઈની દિકરી સાથે પ્રેમલગ્ન કરેલ હોય જે આરોપીઓને સારૂં નહી લાગતા ફરીયાદીની કલોનીમા આરોપીઓ છરી લઈને આવી આરોપીએ પોતાની જ દિકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.